Baa Ane Aansu - Free-verse | RekhtaGujarati

બા અને આંસુ

Baa Ane Aansu

રમેશ જોશી રમેશ જોશી
બા અને આંસુ
રમેશ જોશી

જિંદગી પણ કેવી કમાલ છે!

પહેલાં

આંસું આવતાં ત્યારે

બા યાદ આવતી

ને આજે

બા યાદ આવે છે

ને

આંસું આવી જાય છે.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1976 (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ