astitw - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આવો મિત્રો

જે નગરમાં અમે વસીએ છીએ

એમાં પ્રવેશ કરતાં

માણસનાં બે જડબેસલાક લેબલ દેખાય

તો ચોંકી ના ઊઠતા

સંસ્કૃતિના કરંટથી

વસિયતનામાની Red Light

હરપળે અસ્તિત્વને ચૂસી રહી છે

તાજા માંસલ હાડકાને

કૂતરું ચૂસીચૂસી સૂક્કુંભઠ્ઠ કરી દે એમ જ!

ને હાડકું ઉકરડામાં સડ્યા કરે સડ્યા કરે...

સમાનતાની શબપેટીમાંથી મારે દુર્ગંધ

વિષલગ્રંથોનું હાડોહાડ ફરજંદ,

તવાઈ ગયેલા લોહીનું સર્જન

હવે તો–

મૂકી દો નસેનસમાં Blood-sucker

ને–

પ્રચંડ જ્વાળામુખીના લાવા ઉપર લટકતા,

થરથરતા

કંપતા

અમારા અસ્તિત્વને માન્યતા આપો

વિશ્વ અદાલતમાં.