પુરાણી પ્રીતની એ સ્મૃતિ
Purani Pritni Ae Smruti
ટેરી રોવ
Terry Rowe

પુરાણી પ્રીતની એ સ્મૃતિ
જરીપુરાણા, કાણા પડી ગયેલા
ભૂખરા સ્વેટર જેવી છે
જેને માટે હું મારી જાતને સતત કહું છું કે,
હું ફેંકી દઈશ,
આજે નહિ
ક્યારેક.
હજી મારે તેની જરૂર છે
(અનુ. ઉત્પલ ભાયાણી)



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 82)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ