તો, દીકરા, આ એક વાત કાને ધરજે, બેટા.
જિંદગી મખમલમઢ્યાં પગથિયાંની સડસડાટ સીડી નહોતી
ક્યારેયે, મારે માટે.
ખિલ્લીઓ વાગતી'તી એમાં
ને તીણી ફાંસોયે
ને એનું લાકડુંયે તડ પડી ગયેલું હતું જ્યાં ત્યાં.
ને ટાઢી છો ઉપર પાથરેલી કાર્પેટ ફાટેલી હતી વચ્ચે વચ્ચે.
ઉઘાડી સાવ.
પણ મારો આખો વખત હું તો
એ સીડી પર ઉપર ચઢતી જ રહી, પગથિયું પગથિયું કરતી,
ને વચ્ચેના વિસામે પહોંચતી
ને વળાંક લે જ્યાં સીડી ત્યાં વળતીક આગળ વધતી
ને ક્યારેક તો એવી આવતી જગ્યા કે સાવ અંધારી
એકે દીવો સળગતો ન હોય એવી.
એટલે દીકરા મારા, પાછો વળતો મા, હેઠી બાજુ,
બેસીયે ના પડતો પહોળું પગથિયું ભાળીને,
હવે તને આ બહુ અઘરું લાગે છે, એવા બહાને.
અરે, તું લથડતો-પડતો તો નહીં જ, હવે!
કેમ કે જો હું હજી ચાલી આ આગળ, મારા પે,
હજી ચડું છું હું આ સીડી પર,
ને આ જિંદગી
કોઈ મખમલમઢ્યાં પગથિયાંની સડસડાટ સીડી નહોતી ક્યારેયે,
મારે માટે.
(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)
to, dikra, aa ek wat kane dharje, beta
jindgi makhamalmaDhyan pagathiyanni saDasDat siDi nahoti
kyareye, mare mate
khillio wagtiti eman
ne tini phansoye
ne enun lakDunye taD paDi gayelun hatun jyan tyan
ne taDhi chho upar pathreli karpet phateli hati wachche wachche
ughaDi saw
pan maro aakho wakhat hun to
e siDi par upar chaDhti ja rahi, pagathiyun pagathiyun karti,
ne wachchena wisame pahonchti
ne walank le jyan siDi tyan waltik aagal wadhti
ne kyarek to ewi awati jagya ke saw andhari
eke diwo salagto na hoy ewi
etle dikra mara, pachho walto ma, hethi baju,
besiye na paDto paholun pagathiyun bhaline,
hwe tane aa bahu agharun lage chhe, ewa bahane
are, tun lathaDto paDto to nahin ja, hwe!
kem ke jo hun haji chali aa aagal, mara pe,
haji chaDun chhun hun aa siDi par,
ne aa jindgi
koi makhamalmaDhyan pagathiyanni saDasDat siDi nahoti kyareye,
mare mate
(anu sitanshu yashashchandr)

સ્રોત
- પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 155)
- સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2023