ek raate - Free-verse | RekhtaGujarati

એક બેઢંગ અને કંગાળ ઓરડો હતો

જુગારખાનાની ઉપર ખડકી દીધેલો.

સાંકડી અને ગોબરી શેરી તરફ

એક બારી ઊઘડતી.

નીચેના પીઠામાંથી

પત્તાં રમતા અને

દારૂ ઢીંચતા મજૂરોના અવાજો આવતા.

ત્યાં, એક સાદા અને સામાન્યપણે હોય એવા પલંગ પર

હતું મારી માલિકીનું, એક પ્રેમછલકતું શરીર

મારા વશમાં એના કામુક, માદક રાતા હોઠ

રાતા હોઠ એટલા તો માદક કે

આટલાં વર્ષો પછી, પંક્તિઓ હું લખું છું

ઘરમાં એકલો બેઠો

ત્યારે ફરી નશામાં ચૂર થઈ જાઉં છું.

સ્રોત

  • પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023