વૃક્ષને ય વાચા તો ફુટશે!
સાપ અને નોળિયાની જેમ
ભલે અમે
સામાન્ય ઘટના રહ્યા.
અમે જાણીએ છીએ
થોર પર તીતીઘોડા ને
ખાઈ જતા કાચીંડા
ડરાવી નહિં શકે કો’ ’દિ
પણ, હા-
દુર્ગમ દીવાલો પર બેઠેલું
કોગડાઓનું ટોળું
કા, કા, કકળાટ કરી
થોડા વધુ દિ’ લઈ જશે, કદાચ...!
પણ, તેથી કાંઈ
પૃથ્વીનું પરિભ્રમણ
અટકી જવાનું નથી
ભેખડ સાથે
તૂટી પડતા વૃક્ષની જેમ
ભલે અમે
સામાન્ય ઘટના રહ્યા.
પથ્થરમાં ય પીંપળો તો ફૂટશે!
wrikshne ya wacha to phutshe!
sap ane noliyani jem
bhale ame
samanya ghatna rahya
ame janiye chhiye
thor par titighoDa ne
khai jata kachinDa
Darawi nahin shake ko’ ’di
pan, ha
durgam diwalo par bethelun
kogDaonun tolun
ka, ka, kaklat kari
thoDa wadhu di’ lai jashe, kadach !
pan, tethi kani
prithwinun paribhrman
atki jawanun nathi
bhekhaD sathe
tuti paDta wrikshni jem
bhale ame
samanya ghatna rahya
paththarman ya pimplo to phutshe!
wrikshne ya wacha to phutshe!
sap ane noliyani jem
bhale ame
samanya ghatna rahya
ame janiye chhiye
thor par titighoDa ne
khai jata kachinDa
Darawi nahin shake ko’ ’di
pan, ha
durgam diwalo par bethelun
kogDaonun tolun
ka, ka, kaklat kari
thoDa wadhu di’ lai jashe, kadach !
pan, tethi kani
prithwinun paribhrman
atki jawanun nathi
bhekhaD sathe
tuti paDta wrikshni jem
bhale ame
samanya ghatna rahya
paththarman ya pimplo to phutshe!
સ્રોત
- પુસ્તક : અનુબંધ (પૃષ્ઠ ક્રમાંક 28)
- સર્જક : ભી. ન. વણકર
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2004