amare aaya - Free-verse | RekhtaGujarati

આમારે આયા

amare aaya

કાનજી ચૌધરી કાનજી ચૌધરી
આમારે આયા
કાનજી ચૌધરી

આમારે હાસે ભૂંય આમારે હાસે ભૂંય

આયા આમારે પોહા આમે આમારે

વકીલ દાક્તર વેપારી નોકર

દદડી રહ્યા ભૂંય

દિલ્હી, મુંબઈ અમદાવાદમાં

બેહીને ખેડે ભૂંય... આમારે

જંગલી નાગા નરડા કઈ કચડી રહ્યા ખૂમ

જાયા ધાગા નાહ્યા આઘા...આમારે

જેવા આમે નાગા તેવી નાગી આમારે આય

ઝુંપડી ચિથરી દાહલી રાબડી

બદલે ખેડજે ભૂંય...આમારે

પવન પાણી તેજ હવાણે

નાથ ધેણી જગમાંય

ગામણે આમે ગામણે બધે

ભેગે ખેડજે ભૂંય...આમારે

રસપ્રદ તથ્યો

(1) આયા = અમારી મા; (2) હાસે = છે; (3) ભૂંય = જમીન; (4) પોહા = દીકરા; (5) આમે = અમે; (6) દદડી = ઝુંટમઝુંટ; (7) નરડા = હળપતિ માટે વપરાતો તુચ્છકાર સુચક; (8) કઈ = કહી; (9) ખૂમ = ખૂબ; (10) ધાગા = દૂર જાવ; (11) દાહલી = દાતરડું; (12) રાબડી = ભડકું; (13) બદલે = ના આધારે; (14) ખેડજે = કેડીએ; (15) નાથ = નથી; (16) ધેણી = ઘણી; (17) ગામણે = ગામના; (18) બધે = બધા

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : દલિત સાહિત્ય સંઘ
  • વર્ષ : 1981