અલ્લાહ
allaah
અમૃતા પ્રીતમ
Amrita Pritam
અમૃતા પ્રીતમ
Amrita Pritam
અલ્લાહ! આ કોણ આવ્યું છે
કે તારી જગાએ જીભ પર
હવે એનું નામ આવ્યું છે...
અલ્લાહ! આ કોણ આવ્યું છે
કે લોકો કહે છે
મારી તકદીરના ઘરેથી
મારો પયગામ આવ્યો છે...
અલ્લાહ! આ કોણ આવ્યું છે
આ નસીબ ધરતીનું
કે એના સૌંદર્યની લીલા લલામને
ખુદાની એક સલામ આવી છે...
અલ્લાહ! આ કોણ આવ્યું છે
આ દિવસ મુબારક છે
કે મારી જાત પર
હવે ઇશ્કનો આરોપ આવ્યો છે...
અલાહ! આ કોણ આવ્યું છે.
નજર પણ ચકિત છે
કે આજે મારા રસ્તામાં
આ કેવો મુકામ આવ્યો છે...
અલ્લાહ! આ કોણ આવ્યું છે
કે તારી જગાએ જીભ પર
હવે એનું નામ આવ્યું છે…
(અનુ. જયા મહેતા)
સ્રોત
- પુસ્તક : અમૃતાવિશેષ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 1992
