ahin - Free-verse | RekhtaGujarati

અહીંની હવાનું થાય વિમોચન

નથી એવી તડ એકેય બારીમાંબારણામાંદીવાલમાં

પીળા પતંગિયાની પાંખની દીવાલ

એના પર થીજેલી શ્વેત કીડીની ટચલી આંગળીએ ચોંટેલા

કણ પર બેઠેલો ઈશ્વર જરાયે હલતો નથી

દૂઝતા અનેક વ્રણને લીધે

હું આમ તો પાતળું પાણી બન્યો છું

છતાંયે મારા કાળા શબ્દોની સોહામણી શિલા નીચે

કચડાઈ રહ્યો છું

મારી ચોપાસ પીળા પતંગિયાની દીવાલ ખડી છે

મારો આગવો ઓરડો છું.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 218)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004