રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમોઢે બુકાની બાંધેલો
એ માણસ
અવારનવાર
ઈલેક્ટ્રિકની ભઠ્ઠીનું
ઢાંકણું ખોલી
કઢાઈમાં ધાણીની જેમ
હલાવે છે પપ્પાના શરીરને
હમણાં છેલ્લે હલાવ્યું
ત્યારે સળગતી, લાવા જેવી
જ્વાળાઓની વચમાં દેખાઈ’તી
પપ્પાની કરોડરજ્જુ
ને એની સાથે હજુય
જોડાયેલી ખોપરી
બહાર આવી વીંટળાઈ ગઈ’તી સજ્જડ
એમના બળતા શરીરની વાસ
સ્મશાનથી પાછા આવી
માથું ઘસી નહાઈ
હવે શરીર મહેકે છે
વાળમાં ચોંટેલી
સ્મશાનની રાખ
ગટરમાં વહી ગઈ હશે
સુંવાળા, હજૂય નીતરતા વાળ અને
સુગંધિત, સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ મને
લાકડાના ખાટલા પર સુવાડી
હવે દાહ દેવાય છે...
મોં પર બુકાની બાંધેલા
આ જલ્લાદને હું ઓળખતી નથી
નથી ઓળખતી આ આગને
જેમાં એ આમથી તેમ
હડસેલે તો છે મારું શરીર
પણ પપ્પાના શરીરની જેમ
આ શરીર ભસ્મ થયું જ નથી!
moDhe bukani bandhelo
e manas
awaranwar
ilektrikni bhaththinun
Dhankanun kholi
kaDhaiman dhanini jem
halawe chhe pappana sharirne
hamnan chhelle halawyun
tyare salagti, lawa jewi
jwalaoni wachman dekhai’ti
pappani karoDrajju
ne eni sathe hajuy
joDayeli khopri
bahar aawi wintlai gai’ti sajjaD
emna balta sharirni was
smshanthi pachha aawi
mathun ghasi nahai
hwe sharir maheke chhe
walman chonteli
smshanni rakh
gatarman wahi gai hashe
sunwala, hajuy nitarta wal ane
sugandhit, swachchh wastroman sajj mane
lakDana khatla par suwaDi
hwe dah deway chhe
mon par bukani bandhela
a jalladne hun olakhti nathi
nathi olakhti aa agane
jeman e amthi tem
haDsele to chhe marun sharir
pan pappana sharirni jem
a sharir bhasm thayun ja nathi!
moDhe bukani bandhelo
e manas
awaranwar
ilektrikni bhaththinun
Dhankanun kholi
kaDhaiman dhanini jem
halawe chhe pappana sharirne
hamnan chhelle halawyun
tyare salagti, lawa jewi
jwalaoni wachman dekhai’ti
pappani karoDrajju
ne eni sathe hajuy
joDayeli khopri
bahar aawi wintlai gai’ti sajjaD
emna balta sharirni was
smshanthi pachha aawi
mathun ghasi nahai
hwe sharir maheke chhe
walman chonteli
smshanni rakh
gatarman wahi gai hashe
sunwala, hajuy nitarta wal ane
sugandhit, swachchh wastroman sajj mane
lakDana khatla par suwaDi
hwe dah deway chhe
mon par bukani bandhela
a jalladne hun olakhti nathi
nathi olakhti aa agane
jeman e amthi tem
haDsele to chhe marun sharir
pan pappana sharirni jem
a sharir bhasm thayun ja nathi!
સ્રોત
- પુસ્તક : ળળળ... (પૃષ્ઠ ક્રમાંક 24)
- સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
- પ્રકાશક : નવજીવન સાંપ્રત
- વર્ષ : 2019