અઘરું, નચિકેતા થવાનું
aghrun, nachiketaa thavaanun
જયન્ત પાઠક
Jayant Pathak
જયન્ત પાઠક
Jayant Pathak
આમ
ઉંબર સુધી આવીને પાછા ફરવાનું!
ગમતું તો નથી; પણ શું થાય?
સજ્જડ ઝાલ્યો મને
આ વેલીએ, આ હરણાએ
આ તરણાએ, આ ઝરણાએ
જીવનાશ્રમની સકલ વ્હાલપે, કરુણાએ
ખેંચી રાખ્યો સખત મને પાછળથી.
કોઈ બોલ્યું નહિ વિદાયવચનો - આશીર્વાદ;
અરે તિરસ્કારનો એક બોલ
એક હડસેલોય પૂરતો થાત.
હવે
આમ ઉંબર સુધી આવીને પાછા ફરવાનું!
ખરેખર, કેટલું અઘરું છે નચિકેતા થવાનું!
સ્રોત
- પુસ્તક : ક્ષણોમાં જીવું છું (પૃષ્ઠ ક્રમાંક 357)
- સર્જક : જયન્ત પાઠક
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 1997
