aetlii hade - Free-verse | RekhtaGujarati

એટલી હદે

aetlii hade

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
એટલી હદે
હરીન્દ્ર દવે

એટલી હદે અડવું લાગે છે.

કે જાણે

હું વૃક્ષ પરનું પાન નથી,

ધરતીમાંથી ફૂટેલું તરણ નથી,

દીવાલ પરની ઈંટ પણ નથી.

ડેડલેટર ઑફિસમાં પડેલા કાગળની માફક

કોના માટે લખાયો છું જાણું છું,

પણ ત્યાં સુધી પહોંચાડે એવી કોઈ એંધાણી ક્યાં?

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ