એ લોકો
ae loko
લક્ષ્મી શંકર વાજપેયી
Laxmi Shankar Bajpai
લક્ષ્મી શંકર વાજપેયી
Laxmi Shankar Bajpai
એ લોકો
દાબડીમાં દળેલી ખાંડ ભરી
શોધતાં હતાં કીડીઓનાં ઠેકાણાં
અગાસીમાં નાંખતા બાજરીના દાણા
જેથી ચકલાં આવીને ચણે
તેઓ ઘર બહાર બનાવતાં
પાણીની કૂંડી
જેથી આવતાં-જતાં તરસ્યાં પ્રાણી પી શકે પાણી
જમ્યાં પૂર્વે
તેઓ અલગ કરતાં ગાય તથા અન્ય પ્રાણીઓનો ભાગ
સંધ્યાકાળ પછી, તે ચૂંટવા ન દેતા
વૃક્ષનું એક પણ પર્ણ
જેથી વિક્ષેપ ન પડે
સૂતેલાં તરુવરોની નિદ્રામાં
તેઓ સામેથી જ કરતાં વાતનો પ્રારંભ
અજાણ્યાંની પૂછી લેતાં ઓળખાણ
અભ્યાગતની કરતાં હતાં
મન મૂકીને મદદ
કોઈ શોધે કોઈનું ઘર
તો જાતે જ દોરી જતાં એ સરનામે
કોઈ દિશાહીન અપરિચિત પથિક
આવી પડે મધરાતે
તો કરતાં ખાવા-સૂવાની ગોઠવણ
શક્ય છે, દૂર-સુદૂર કોઈ ગામ કે પરામાં
રડ્યાં-ખડ્યાં હોય એ નસલના લોકો
કદાચ એવાં લોકોનું
સ્થાપવામાં આવે સ્મૃતિભવન
જેથી આવનારી પેઢીઓના લોકો
જાણી શકે
જીવવાની આ પણ એક હતી ઢબ.
(અનુ. કિશન ચાવડા)
સ્રોત
- પુસ્તક : બુદ્ધિપ્રકાશ : મે ૨૦૨૬ (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : રાજેન્દ્ર પટેલ, સુભાષ બ્રહ્મભટ્ટ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા
