pratiti - Free-verse | RekhtaGujarati

પ્રતીતિ

pratiti

સંજુ વાળા સંજુ વાળા
પ્રતીતિ
સંજુ વાળા

અચાનક બધું ગોઠવાઈ જાય,

યથાસ્થાને

પહેલાં પહેલાં તો કાંઈપણ પરખાય નહીં.

પકડાય

છટકે

જોતજોતામાં તો બધું વેરવિખેર

પછી ધીમે ધીમે વિકસે.

ધખધખે

નદી-કૂવા-તળાવ-ખાબોચિયાં

અને અંજલિ...

પછી વરાળ

બંધાતો અનુભવાય પિંડ

ઝીણો ઝીણો ફરકાટ

ઓળખાય

બધું વ્યવસ્થિત, સ્થિર

તેની આસપાસ ગૂંથાય પ્રતીતિઓ

વચ્ચે વચ્ચે ફરતી રહે આંગળિયો.

છેક તળિયેથી ઊપસી આવે ઊભરાટ

ઝિલાય

અને એક સમયે અચાનક

અવતરણ,

પણ

બધું અચાનક.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 190)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008