aartinane... - Free-verse | RekhtaGujarati

હું તારું હૃદય લેવાનો.

તારે શરીરેથી તારા આત્માને લઈ લેવાનો.

જાણે કે હું ઈશ્વર હોઉં.

તું મને કહે છે તે નાનીનાની વાતોથી

મને સંતાષ નહીં વળે.

મને સંતોષ નહિ વળે

તારા હાથના સ્પર્શથી

કે તારા હોઠની મીઠાશ માત્રથી.

હું તારું હૃદય લેવાનો મારું આપીને.

હું તારા આત્માને લેવાનો.

હું ઈશ્વર થઈશ, જ્યાં લગી તારો સવાલ છે.

(અનુ. ઉદયન ઠક્કર)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1980 (પૃષ્ઠ ક્રમાંક 27)
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ