tanakhalun - Free-verse | RekhtaGujarati

તણખલું

tanakhalun

યોગેશ જોષી યોગેશ જોષી

ત્રણેક કાળાં વાદળો

એકમેકને છેદતાં હતાં ત્યાં

દેખાતું હતું અજવાળાંની બખોલ જેવું.

આકાશમાં માળો બંધાય

જાણવા છતાંય હું

ઊડવા લાગ્યો બખોલ તરફ;

ચાંચમાં

સુક્કું સોનેરી તણખલું લઈને!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 276)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004