aa hawa - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ-

હવા.

આ-

જંગલ ઝાડી, સાગની કલગી,

કાંટાળી ડાળી,

વાંસ ઝૂંડની જાળી

વનવાસીના વૃદ્ધ ચ્હેરાની કરચલી.

આ-

મહુડાની છાક,

દીપડાની છલાંગ

ધુમ્મસની ધાબળી ઓઢી

ઘોરતા પ્હાડ.

આ-

તાતાતીર થકી વિંધાયેલી હાંહડી.

આ-

તડકાની તાડી

ઘટઘટ પીતાં ખાખર પાન

આ-

ખાપરીનું કોપરિયું જળ

આહ્.....

વાહ્......

આ-હવા!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 399)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004