પુસ્તક વિશે માહિતી
- લેખક: જવાહર બક્ષી
- આવૃત્તિ:005
- આવૃત્તિ વર્ષ:2013
- ISBN નંબર:978-93-82712-01-5
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:148
- પ્રકાશક: વિશાલ પબ્લિકેશન્સ, મુંબઈ
- સહયોગી: જવાહર બક્ષી
જવાહર બક્ષી લેખક પરિચય
જવાહર બક્ષી ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા ગઝલકાર છે. તેમણે ખૂબ ઓછી ગઝલો પરંતુ ઉત્તમ ગઝલો ગુજરાતી ભાષાને આપી છે. હમણાંથી તેઓ એક સશક્ત અભ્યાસુ તરીકે પણ ગુજરાતી સાહિત્ય રસિકો સમક્ષ આવ્યા છે.
જૂનાગઢમાં જન્મ પછી, ત્યાં જ તેમણે પ્રાથમિક શિક્ષણ સ્વામી વિવેકાનંદ વિનયમંદિરમાંથી પૂર્ણ કર્યું. તેઓ મુંબઈની સિડનહામ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાંથી વાણિજ્ય શાખામાં સ્નાતક થયા અને 1964માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા.
‘તારાપણાના શહેરમાં’ (1999) અને ‘પરપોટાના કિલ્લા’ (2012) તેમના ગઝલસંગ્રહ છે. ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ તેમનો આદિકવિ નરસિંહ મહેતાની કવિતા વિશેનો શોધગ્રંથ છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ઇનામો મળ્યાં છે. 1998માં તેમને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 2006માં તેમની ગઝલો માટે તેમને કલાપી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2019માં તેમને કવીશ્વર દલપતરામ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.