Read Online Gujarati Svapna mandir eBooks | RekhtaGujarati

પુસ્તક વિશે માહિતી

કપિલ ઠક્કર 'મજનૂ' લેખક પરિચય

‘મજનૂ’ ઉપનામધારી કપિલ ઠક્કરનો જન્મ 3 એપ્રિલ 1892ના રોજ પરમાનંદદાસ ઠક્કરને ત્યાં થયો. ગુજરાતી ગઝલ ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ફારસી ભાષા સાથે વિનયન સ્નાતક અને અંગ્રેજી વિષય સાથે વિનયન અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. 1948માં ‘કાવ્યસભા’ની સ્થાપના કરી અને તેનું સંચાલન પણ કરેલું. 19મી ફેબ્રુઆરી, 1959માં તેમનું અવસાન થયું. તેમની પાસેથી ‘સ્વપ્નમંદિર’ નામે એકમાત્ર કાવ્યસંગ્રહ મળી આવે છે. પ્રાકૃતિક સૌંદર્યની રમણીયતાનું આહ્લાદક નિરૂપણ અને જીવન અંગેનું મર્મસ્પર્શી દર્શન - એમની કાવ્યસૃષ્ટિનું વૈશિષ્ટ્ય છે. નરસિંહરાવ દિવેટિયા જેવા વિદગ્ધ વિવેચકનું અનુમોદન જ તેની ગુણવત્તા નિશ્ચિત કરી આપે છે. 63 વર્ષનું આયુષ્ય જીવી કાયમી વિદાય લઈ ગયેલા આ સર્જક એક, પણ મહત્ત્વપૂર્ણ કાવ્યસંગ્રહ અને એ થકી ગઝલસાહિત્યમાં આગવું પ્રદાન થયું હોઈ આજે પણ તેમનું નામ ઉલ્લેખનીય છે.