Read Online Gujarati જીવનનાં જળ eBooks | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પુસ્તક વિશે માહિતી

ઈન્દુલાલ ગાંધી લેખક પરિચય

ગુજરાતી સાહિત્યકાર. તેમનો જન્મ મોરબી પાસેના મકનસર ગામમાં થયો હતો, ત્યાં તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ તેમણે કરાચીમાં પાનબીડીની દુકાન ચલાવતાં ચલાવતાં રાત્રિશાળામાં ભણીને કર્યો હતો. ભારતના ભાગલા પછી તેઓ કરાચીથી મોરબી આવી ગયા, અને મોરબીની પૂર હોનારતથી ત્રસ્ત થઈ તેઓ રાજકોટ આવી વસ્યા હતા જ્યાં તેમણેનૂતન સૌરાષ્ટ્રમાં પત્રકારત્વની કામગીરી હાથમાં લીધી હતી. ત્યાર બાદ આકાશવાણીમાં સ્ક્રિપ્ટ રાઇટર અને પ્રૉડ્યૂસરની કામગીરી બજાવી હતી. સાથે સાથે તેમણેઅતિથિ’, ‘ઊર્મિ’, ‘સારથિ’, ‘મંજરી’, ‘લોકવાણી’, ‘રોશની’, ‘રેણુજેવાં સામયિકોનું સંપાદનનું કામ પણ કર્યું હતું.

કરાચીમાં ડોલરરાય માંકડ, કરસનદાસ માણેક જેવા સાહિત્યકારોના વ્યાસંગે તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત થઈ હતી. ‘હરજીવન વાંકાનેરકરના ઉપનામે તેમની આરંભિક રચનાઓસિંધ સમાચારમાં પ્રકાશિત થઈ હતી.

તેજરેખા’ (1931), ‘જીવનના જળ’ (1933), ‘ખંડિત મૂર્તિઓ’ (1935), ‘શતદલ’ (1939, 1962), ‘ગોરસી’ (1939), ‘ઈંધણાં’ (1944), ‘ધનુરદોરી’ (1944), ‘ઉન્મેષ’ (1947), ‘પલ્લવી’ (1953), ‘શ્રીલેખા’ (1958), ‘ઉત્તરીય’ (1962) વગેરે તેમના કાવ્યગ્રંથો છે.