udarjan vishe - Duha | RekhtaGujarati

ઉદારજન વિષે

udarjan vishe

દલપતરામ દલપતરામ
ઉદારજન વિષે
દલપતરામ

(દોહરા)

ઉદાર જન ને ઇંદુથી બહુનું પોષણ થાય;

જેની જગમાં જગમગે, સોળે કળા સદાય.

ઉદાર પુરુષ ઉદારતા, તજે સહી પરિતાપ;

આંબાને પથરો હણે, પણ આપે ફળ આપ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 194)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002