thode thode bhanva vishe - Duha | RekhtaGujarati

થોડે થોડે ભણવા વિષે

thode thode bhanva vishe

દલપતરામ દલપતરામ
થોડે થોડે ભણવા વિષે
દલપતરામ

(દોહરા)

ભણતાં પંડિત નિપજે; લખતાં લહીઓ થાય,

ચચ્ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય.

પોપટ પણ અભ્યાસથી, શિખે બોલતાં બોલ;

કાયર થઈ આળસ કરે, તે નર ખરને તોલ.

કુવા ઉપરના કઠણ જે, પાકા કાળા પાણ;

દોરડીએ છેદાય છે, લેવું એંધાણ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 195)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002