sukh-dukh - Duha | RekhtaGujarati

સુખદુઃખ

sukh-dukh

દલપતરામ દલપતરામ
સુખદુઃખ
દલપતરામ

(દોહરા)

સુખ દુઃખ સરજ્યાં ઈશ્વરે, દયા ધરીને એમ;

કડવાં મીઠાં ઓસડો, પાય જનેતા જેમ.

*

પસ્તાઈશ નહિ પીપળા, પેખી પાનખર માસ;

સદા નહિ રહે સમય, તનમાં ધરીશ ત્રાસ.

સુખ પાછળ દુઃખ દેખીયે દુઃખ પાછળ સુખ હોય;

દિવસ ગયે રાત્રી પડે, રાત્રિ પછી દિન જોય.

કષ્ટ સહન કીધા વિના, પદ ઉંચું પમાય;

પારો તાપ અધિક સહે, ઊંચો એમ જણાય.

દયાળુ નિજ દુખ દેખીને, પરદુખ કરે વિચાર;

નિર્દય ન્યાલ થયા કહે, પંડે ઉતરી પાર.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 193)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002