shabdaramat - Duha | RekhtaGujarati

શબ્દરમત

shabdaramat

દલપતરામ દલપતરામ
શબ્દરમત
દલપતરામ

(દોહરો)

જોગણિ એતો દેવતા, નહિ તોરણ પાષાણ;

*

જો ગણિયે તો દેવતા, નહિ તો રણપાષાણ.

રસપ્રદ તથ્યો

પાણીની વાવમાં જોગણીની પાષાણ મૂર્તિને તોરણ બાંધેલું જોઈને પ્રથમ પંક્તિની એક ચારણ કવિની ઉક્તિનો ભાટકવિએ બીજી પંક્તિમાં શબ્દરમત દ્વારા કરેલો અર્થ. – ચિમનલાલ ત્રિવેદી

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 196)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002