namrata - Duha | RekhtaGujarati

નમ્રતા

namrata

દલપતરામ દલપતરામ
નમ્રતા
દલપતરામ

જો રાખે નરમાશ તો, કરે શત્રુમાં વાસ;

બત્રિસ દાંત વચ્ચે વસે, જીભ રાખિ નરમાશ.

નમ્રપણું અતિ નિરખિને ઝેરી તજે ઝેર;

અજા ધરે અતિ નમ્રતા, વાઘ તજે નહિ વેર.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 194)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002