duha – muktko - Doha | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દુહા – મુક્તકો

duha – muktko

રામનારાયણ પાઠક 'શેષ' રામનારાયણ પાઠક 'શેષ'

એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું ઈશ!

એકલ વાટે વિચરવું, કરમ કદી લખીશ.

એકલ દેતા દાન જે, એકલ ઝૂઝતા જંગ,

એકલ જગનિન્દા સહે, મરદોને રંગ!

એકલ ભલાં તપસ્વીઓ, રસિયાં ભલાં દોય,

બીજાં ત્રણ, ત્રણ કે અધિક, જો દિલ દંભ હોય.

સુંદર સુંદર સૌ કહે, સુંદર કહ્યે શું જાય ?

(ઈ) સાચા સુંદર કારણે, (જેનો) કળીકળી જીવ કપાય.

તન ખોટાં, હૈયાં ખૂટલ, ધરવ કશીયે વાત,

કળજુગની જાત, શાણા સમજે સાનમાં

મુખ સમ કો મંગલ નહિ, મૃત્યુ સમી નહિ હાણ,

જગ સમ કો જંગલ નહિ, સત્ય સમી નહિ વાણ.

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ રા. વિ. પાઠક (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012