preysinun wision anubhawyano sar - Doha | RekhtaGujarati

પ્રેયસીનું Vision અનુભવ્યાનો સાર

preysinun wision anubhawyano sar

વિનોદ જોશી વિનોદ જોશી
પ્રેયસીનું Vision અનુભવ્યાનો સાર
વિનોદ જોશી

વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ

રાતે આવ્યો તાવ હૈયું ગણગણ ગોશલો.

અંધારામાં ઑગળે કબૂતરાની પાંખ

ઠોલે લક્કડખોદ મારે આંગણ ઊંઘને.

મારગ કેરાં ચીંથરાં સળવળ દોડ્યાં જાય

વિમલી તારે દેશ તાકો થઈને ઊખળે.

કૂણા હાથે સાણસી ચૂલા ઉપર ચા

ગાળ્યા પહેલાં આજ હૈયું ભરતું ઘૂંટડા.

હું ચંદનનાં લાકડાં, હું વિનિયાની લાશ

મસાણ જોતો રાહ આઘેનો તું દેતવા.

હડદો તારો સામટો ને અવડી ઇંડીપેન

અખ્શર સૂતા આજ મડદાં થઈને યાદના.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 423)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004