ક્યાં મળું? – ત્યાં મળજે
kyan malu? - tyan malje
રજનીકાન્ત પંડ્યા
Rajnikant Pandya

દીએ ઘર ઘર ઘોલકી
રાતે દેવદુવાર.
પરોઢિયે પનઘટ પરે.
તો ક્યાં મળ નમણી નાર?
ફૂલઘટાયું ફોરતી,
ઢેંકે રઢિયાળ મોર;
સાવજ જ્યાં ત્રાડું કરે
ત્યાં મળજે જ મનના ચોર.



સ્રોત
- પુસ્તક : વલોણું (પૃષ્ઠ ક્રમાંક 15)
- સર્જક : રજનીકાન્ત પંડ્યા
- પ્રકાશક : જ્યોતિ પ્રકાશન
- વર્ષ : 1980