દુહા
duhaa
સંજય પંડ્યા
Sanjay Pandya

હેતકસૂંબો આંખમાં, પાંપણ પર છે પ્રીત
ઝળઝળિયાં સંગ નીસરે આખેઆખાં ગીત.
**
ઈશ્વર સાથે ગોઠડી માંડી બેઠા આજ
શ્વાસ સૂરોની વાંસળી, પાંસળીઓ પખવાજ.
**
પાંપણ ડેલી ખોલજો, ઠેલો હૃદયકમાડ
શણગારેલી સાંપડે, આંખોની પરસાળ.
સ્રોત
- પુસ્તક : તાજી હવાનો કૅફ (પૃષ્ઠ ક્રમાંક 02)
- સર્જક : સંજય પંડ્યા
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2003