char soratha shokyana - Doha | RekhtaGujarati

ચાર સોરઠા શોક્યના

char soratha shokyana

મનહર જાની મનહર જાની
ચાર સોરઠા શોક્યના
મનહર જાની

માવલા તારી મૂછમાં, બળતો પૂળો મેલ;

ખેલ્યાં કવળાં ખેલ, ઘરચોળામાં ઘેંજળી.

અંદણ ચંદણ ચોકમાં, આંબા લચકાલોળ;

બાવળિયાની જોડ્ય, મારે ફળિયે માવલા.

વીંછી કરડ્યો વાંભનો, કમખે લાગી આગ;

અડવડ દડવડ નાગ, હથેળિયે હમચી ખૂંદે.

માવલા મારી આંખ્યમાં, અવળા ખીલા ઠોક્ય;

છીંડું પાડી શોક્ય, ઊભાં ખેતર ઓળવે.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઓગસ્ટ ૧૯૭૮ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ