રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(રોલાવૃત્ત)
આ તે શા તુજ હાલ, ‘સૂરત સૂનાની મૂરત;’
થયા પૂરા બેહાલ, સૂરત તુજ રડતી સુરત!
રે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.
કંચનમણિનો દેવ, જેમ વેચાયો કડકે;
સુકુમારો તુજ દેહ, તેમ વહેંચાયો ભડકે.
ઉર ઉપર બે બુરજ, શોભતા ઉડતા રંગે;
ઢળી પડ્યા નહી નૂર જ, ક્ષોભ પામે છે ઢંગે.
નેનતણા ચળકાટ, પડ્યાં ફૂલાં કહાં આજે!
ભર્યા ગાલના ઠાઠ, પડ્યા કૂવા કહાં લાજે!
ઠર્યા હોઠ જે લાલ, ધ્રૂજે જે ફીકા કાળા;
દાંત તણાતા હાલ, સૂઝે મરવાના ચાળા.
રૂડું અણિયાળું નાક, બેઠું ચાઠાંથી ભાસે;
ગયું હાય રે નાક, નીચું મોઢું નિરાશે,
તેજસ્વી મુખ જેહ, સૂરતનું સૂરત જેવું;
ડરામણું ફીકું તેહ, સૂરત તુજ ઘુવડ જેવું.
ગોરૂં કારમું રૂપ, ખમાં પૂનેમે જેવું,
થયું વેઠતાં ધૂપ, અમાવાસ્યાએ તેવું.
તન પર સુરખી લાલ, ઊડી રહેતી ચડતીમાં;
ધૂળ ઊડે છે હાલ, ભૂંડી દુઃખદા પડતીમાં.
ચકચકતું તુજ રૂપ, સોળસેં સત્તરસેંમાં;
કિલ્લા લાતી કોટ, મચેલા રંગો જેમાં.
રંગ રંગ નિશાણ, યૂરોપ વેપારી ધામે;
બંદર ફૂરજામાંહીં, ધામધૂમો બહુ જામે.
જાત જાતના જંન, જૂજવા રંગો માથે;
ભાત ભાતના વેશ, રસાલામાં મુખી સાથે.
દેશ દેશનો માલ, વળી અહીંનાં બંદરનો;
રહે આવે ને જાય બહાર લક્ષ્મી મંદિરનો.
બંદરમાં જૂથ વહાણ, જેહને જોતાં રાચો;
દોલતની તે ખાણ, મણિપારસ તે સાચો.
ધંધાદારી લોક, વળી કારીગર ઝાઝા;
ઊંચ નીચ સહુ કોય, થયેલા ધનથી તાજા.
નવાબ બક્ષી મીર, વળી બીજા સરદારો;
સોદાગર ને શેઠ, જાતરે જતાં હજારો.
વખાર ને દુકાન, મહેલ હવેલી ને ઘર;
વાડી વજીફા બાગ, ઝગમગ કરી રહ્યો જર.
હાથી ઘોડા ઊંટ, પાલખી રથનાં વાહન;
દોડાદોડી ખૂબ, તકતકે તન મન ને ધન.
સૂરત તું લંકારૂપ, સુનું ઉછળતું સંધે,
રાય રંક સહુ ભાઈ, સંપમાં રહેતા બંધે.
તહેવારોના ઠાઠ, જુદા જુદા લોકોમાં;
શોભાનો નહિ પાર, વસ્તુઓના થોકોમાં.
જુદાં જુદાં સહુ સેન, જુદાં જુદાં રાજ્યોનાં;
જુદાં જુદાં હથિયાર, વખાણું કોનાં કોનાં?
અસવારી સોહાય, ફૂલો સૂના રૂપાનાં;
વેરાતાં લૂટાય, ગવાયે જસ હાકમના.
બંદર કેરો બહાર, અહા તાપીતટ કેવું;
વહાણોનો શો ઠાઠ, જોઈ ને ખુશ થઈ રહેવું!
દૂરથી જેવાં તેહ, રૂડાં તડકે ચાંદરણે;
વળી કાંઠાનાં ઝાડ, નવાઈ પાયે નયણે.
મછવે કરવી સહેલ, રૂડી દોસ્તો સંગાતે;
તારા પાણીમાંહ્ય, જોઈ કહેવું શું આ તે!
કિલ્લા ડક્કા સ્હોય, વળી ઓવારા કેવા!
ખરે બપોરે તોય, ઘાટ નહિ જેવા તેવા.
ઉદ્યમ ખંતે રાજ, ભણી ગણી ખંતે કાઢો;
રણે બતાવી શૂર, સુધારા સાથે લાડો.
નર્મદ હું કડખેદ, ગાઈને શૂર ચડાવું
ઊઠી ચલો સહુ શૂર, ફરી ટાણું નહીં આવું.
(લાંબા કાવ્યનો એક અંશ)
(rolawritt)
a te sha tuj haal, ‘surat sunani murat;’
thaya pura behal, surat tuj raDti surat!
re hasi hasine raDi, chaDi chaDi paDi tun banki;
dipi kundanman jaDi, paDi re kathire jhankhi
kanchanamanino dew, jem wechayo kaDke;
sukumaro tuj deh, tem wahenchayo bhaDke
ur upar be buraj, shobhta uDta range;
Dhali paDya nahi noor ja, kshobh pame chhe Dhange
nenatna chalkat, paDyan phulan kahan aaje!
bharya galna thath, paDya kuwa kahan laje!
tharya hoth je lal, dhruje je phika kala;
dant tanata haal, sujhe marwana chala
ruDun aniyalun nak, bethun chathanthi bhase;
gayun hay re nak, nichun moDhun nirashe,
tejaswi mukh jeh, suratanun surat jewun;
Daramanun phikun teh, surat tuj ghuwaD jewun
gorun karamun roop, khaman puneme jewun,
thayun wethtan dhoop, amawasyaye tewun
tan par surkhi lal, uDi raheti chaDtiman;
dhool uDe chhe haal, bhunDi dukhada paDtiman
chakachakatun tuj roop, solsen sattarsenman;
killa lati kot, machela rango jeman
rang rang nishan, yurop wepari dhame;
bandar phurjamanhin, dhamdhumo bahu jame
jat jatna jann, jujwa rango mathe;
bhat bhatna wesh, rasalaman mukhi sathe
desh deshno mal, wali ahinnan bandarno;
rahe aawe ne jay bahar lakshmi mandirno
bandarman jooth wahan, jehne jotan racho;
dolatni te khan, maniparas te sacho
dhandhadari lok, wali karigar jhajha;
unch neech sahu koy, thayela dhanthi taja
nawab bakshi meer, wali bija sardaro;
sodagar ne sheth, jatre jatan hajaro
wakhar ne dukan, mahel haweli ne ghar;
waDi wajipha bag, jhagmag kari rahyo jar
hathi ghoDa unt, palkhi rathnan wahan;
doDadoDi khoob, takatke tan man ne dhan
surat tun lankarup, sunun uchhalatun sandhe,
ray rank sahu bhai, sampman raheta bandhe
tahewarona thath, juda juda lokoman;
shobhano nahi par, wastuona thokoman
judan judan sahu sen, judan judan rajyonan;
judan judan hathiyar, wakhanun konan konan?
aswari sohay, phulo suna rupanan;
weratan lutay, gawaye jas hakamna
bandar kero bahar, aha tapitat kewun;
wahanono sho thath, joi ne khush thai rahewun!
durthi jewan teh, ruDan taDke chandarne;
wali kanthanan jhaD, nawai paye nayne
machhwe karwi sahel, ruDi dosto sangate;
tara panimanhya, joi kahewun shun aa te!
killa Dakka shoy, wali owara kewa!
khare bapore toy, ghat nahi jewa tewa
udyam khante raj, bhani gani khante kaDho;
rane batawi shoor, sudhara sathe laDo
narmad hun kaDkhed, gaine shoor chaDawun
uthi chalo sahu shoor, phari tanun nahin awun
(lamba kawyno ek ansh)

સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 34)
- સંપાદક : રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023