swwachakni shodhmanthi ansh - Dirgh Kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

'સ્વવાચકની શોધ'માંથી અંશ

swwachakni shodhmanthi ansh

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
'સ્વવાચકની શોધ'માંથી અંશ
રાજેન્દ્ર શુક્લ

‘‘चडतां कष्ट, अवतरतां कष्ट

कष्ट बदलतां बमणुं।

जवुं, आववुं, मोडुं पडवुं,

नंवरनां वाचनमां पडतीं भूलनुं भोंठुं पडवुं।

स्टेन्ड उपर पण

लख चोरासी भ्रांतिओनी भीड...।।

માટે હે મહાજનો, ભિક્ખુઓ, ભિક્ખુણીઓ!

જેનો કોઈ રુટ હો,

જેનાં ક્યાંય સ્ટૅંડ કે ટર્મિનસ હો,

જેને કોઈ નંબર કિં વા નામની નિયતિ હો,

જે સ્વયં બસ હો,

બસની

અર્થાત્ એવા બસની, अलम्नी

જોવા જેવી રાહ જોવી

શ્રેય છે.

અને છે

અમેં કહેલી અંતિમ ગાથાનો તાત્પર્યાર્થ....”

આચાર્ય સાર્ધત્રયોદશશીલશાલિકૃત

અતિકઠિન સૂત્રગ્રંથનાં

અધ્યાપનનિમિત્તે

એક કાવ્યજિજ્ઞાસુ શિષ્યબટુના

બોધાર્થે રચાયેલું—

લધુ પ્રવચન ભાષ્ય

સ્રોત

  • પુસ્તક : અંતરગાંધાર (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સર્જક : રાજેન્દ્ર શુક્લ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કમ્પની
  • વર્ષ : 1981