રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્હેલી મે જોઈ'તી એને ગાભા શી ગોદડી તણા,
ટૂંટિયાં વાળી પોઢેલી આંબા હેઠે નિશા સમે,
જ્યારે વર્ષા ચઢી પ્હેલી તૂટેલી ધાર મૂશળે.
લોચા શી સ્થિર એ સૂતી મોઢું માથું છુપાવીને,
આછો આકાર અંગોનો સૂચવે કે મનુષ્ય એ,
બાકી ઢેફા સમી કાયે શ્વાસે યે સ્ફુરતો ન’તો,
વટાતી પાયથી ત્યારે બચી એ સ્હેજમાં ગઈ.
વળી મેં જોઈ'તી એને બીજા આંબાની હેઠળે,
બપોરે તડકો જ્યારે ખીલ્યેા'તો ચાંદની સમો,
ત્યારે એ પગ લંબાવી, પૂંઠ રસ્તા ભણી કરી, ૧૦
બેઠી’તી સ્વસ્થ, ત્યાં એના વાળ ને વસ્ત્ર ઊડતાં
વાયુથી, -વાળ આછેરા ધોળા વાંકડિયા અને
રાત્રે તે અંગ પે ચોંટયું પલળેલું જ વસ્ત્ર તે-
કોઈ એ જે હશે આપ્યુ રંગીલી ભાતવાળું જે,
સુકાઈ આપમેળે તે ફરકંતું હતું હવાં.
કટોરો કાચનો તેની કને ખાલી પડયો હતો,
જેના પે આંગળી તેની ફરતી'તી કદી કદી;
ત્યાં થોડી વારમાં બે'ક કૂતરાં આવિયાં અને
કટોરો તે ગયાં સૂંધી, ડોસીને યે ગયાં સુંઘી.
ને ડેાસી સ્થિર ને સ્વસ્થ બેસી તેવી જ ત્યાં રહી, ર૦
ઊડતા વસ્ત્રને આછું સંકોરી કરથી ધીમે.
પાસે થૈ મોટરો કેરા ખટારા ખખડી જતા,
એની ના દષ્ટિ કે ધ્યાન બીજે ક્યાં ય જતું જરા.
જાણે આ જગથી જુદી સૃષ્ટિની રાણી એ હતી.
છેલ્લે મે જોઈ ત્યાં એને ત્રીજા આંબાની હેઠળે,
ખાડામાં કચરો જ્યાં સૌ ભંગીઓ નાખતા હતા,
બેઠી બેઠી ત્યહીં તેહ ખસતી'તી જરા જરા.
આ વેળા મેાં હતું એનુ રસ્તા મેર, હતો નહિ
કટોરો એની પાસે કે વસ્ત્રે યે અંગ પે ન'તું.
મુઠ્ઠી શા હાડકાંની એ કાયા સ્ત્રીની હતી જ એ ૩૦
ખ્યાલે ના આવતોઃ માથે બાબરાં ઊડતાં હતાં,
આંગળાં કચરા માંહે નાખીને સ્હેજ ખોતરી,
શોધતી હોય કૈં એવું ઘસડી દેહ ત્યાં રહી.
એ કાળી ચામડી, અંગો ટૂંકાં વેંતેકનાં, નહીં
એકે ચે જાતિનું ચિહ્ન, મોઢા પે હોઠ તે જરા
લાગતા માનવી જેવા સ્હેજ માત્ર અને તહીં
આંખો એની હતી સ્વચ્છ તો યે એ ભાળતી ન'તી
આપણે ભાળીએ જેવું, કશો યે અર્થ એહને
હતો ના સૃષ્ટિનો, લજ્જા પીડા કે ભૂખ દુઃખ, કે
કશું યે જોઈ એ, કયાંકે જવું, કે કોઈ અર્થ રે, ૪૦
એની એ ગતિમાં ન્હોતો, દૃષ્ટિમાં ના, ક્યહીં નહીં.
ખીલેલા માનવીમાંથી ચેતના કેરી પાંખડી
ખરી જે ગૈ બધી ને આ ખાલી જે ડાંખળી રહી-
સ્થૂલ ને સૂક્ષ્મ એકે જ્યાં નહીં ઇન્દ્રિય જીવતી,
માટીનો એક લોચો શું સ્ફુરતો સૃષ્ટિ આદિમાં
કેવું ચૈતન્યનું રૂપ કલ્પવા મથતો જરા
હોયે શું તેમ ઊઠીને દડતો -એવી એ મહીં
ફરી સૌ પાંખડી પાછી ચોંટાડી ના શકે જ કો
ન દયા, ન દવા કોઈ, ન કે સૌરાજ્ય સામ્યનાં.
(જુલાઈ, ૧૯૩૮)
ખરે, આ જગમાં એનું પરવાર્યું મરી જ સૌ? પ૦
હશે ના કોઈ રે એને સ્મરતું, ચિંતતું કયહીં?
કે પછી ગૃહને છોડી વછોડી નીકળેલ એ,
વિશાળા જળને ખોળે, પ્રકૃતિ અંકને વિષે,
બેઠી એ આમ આવીને શ્રદ્ધાની પ્રતિમૂર્તિ શી?
કચરો વાળીઝૂડીને લૈ જતા જન–સેવકો
આને આમ જતા મૂકી, પરવારી ગયા જ શું
જગ-ઉદ્ધારકો મીઠા, ઔષધિ-આલયો વિષે
બધી દાક્તરની સેના, દવાના ઢગલા બધા
જેમના તેમ, હ્યાં કોનો પહોંચે હાથ લેશ ના?
ગાંડાંનાં ય દવાખાનાં ગાંડાં શું ય બની ગયાં?
ન મતિ-નહિ કો ચિંતા, જગમાં ભરપૂર કૈં
પડેલાં માનવી આવાં -કેટલું કરીએ ગણી
મૂંગાં શાંત રહી જાતાં, પેાતાની ચાર ભીંતની
વચ્ચેનું સાચવી, બાકી કૃષ્ણાર્પણ કર્યું જગત્?
(ર૭ નવેમ્બર, ૧૯૭૭)
pheli mae joiti ene gabha shi godDi tana,
tuntiyan wali poDheli aamba hethe nisha same,
jyare warsha chaDhi pheli tuteli dhaar mushle
locha shi sthir e suti moDhun mathun chhupawine,
achho akar angono suchwe ke manushya e,
baki Dhepha sami kaye shwase ye sphurto na’to,
watati paythi tyare bachi e shejman gai
wali mein joiti ene bija ambani hethle,
bapore taDko jyare khilyeato chandni samo,
tyare e pag lambawi, poonth rasta bhani kari, 10
bethi’ti swasth, tyan ena wal ne wastra uDtan
wayuthi, wal achhera dhola wankaDiya ane
ratre te ang pe chontayun pallelun ja wastra te
koi e je hashe aapyu rangili bhatwalun je,
sukai apmele te pharkantun hatun hawan
katoro kachno teni kane khali paDyo hato,
jena pe angli teni phartiti kadi kadi;
tyan thoDi warman beka kutran awiyan ane
katoro te gayan sundhi, Dosine ye gayan sunghi
ne Deasi sthir ne swasth besi tewi ja tyan rahi, ra0
uDta wastrne achhun sankori karthi dhime
pase thai motro kera khatara khakhDi jata,
eni na dashti ke dhyan bije kyan ya jatun jara
jane aa jagthi judi srishtini rani e hati
chhelle mae joi tyan ene trija ambani hethle,
khaDaman kachro jyan sau bhangio nakhta hata,
bethi bethi tyheen teh khastiti jara jara
a wela mean hatun enu rasta mer, hato nahi
katoro eni pase ke wastre ye ang pe natun
muththi sha haDkanni e kaya strini hati ja e 30
khyale na awto mathe babran uDtan hatan,
anglan kachra manhe nakhine shej khotri,
shodhti hoy kain ewun ghasDi deh tyan rahi
e kali chamDi, ango tunkan wenteknan, nahin
eke che jatinun chihn, moDha pe hoth te jara
lagta manawi jewa shej matr ane tahin
ankho eni hati swachchh to ye e bhalti nati
apne bhaliye jewun, kasho ye arth ehne
hato na srishtino, lajja piDa ke bhookh dukha, ke
kashun ye joi e, kayanke jawun, ke koi arth re, 40
eni e gatiman nhoto, drishtiman na, kyheen nahin
khilela manwimanthi chetna keri pankhDi
khari je gai badhi ne aa khali je Dankhli rahi
sthool ne sookshm eke jyan nahin indriy jiwti,
matino ek locho shun sphurto srishti adiman
kewun chaitanyanun roop kalpwa mathto jara
hoye shun tem uthine daDto ewi e mahin
phari sau pankhDi pachhi chontaDi na shake ja ko
na daya, na dawa koi, na ke saurajya samynan
(julai, 1938)
khare, aa jagman enun parwaryun mari ja sau? pa0
hashe na koi re ene smaratun, chintatun kayhin?
ke pachhi grihne chhoDi wachhoDi niklel e,
wishala jalne khole, prkriti ankne wishe,
bethi e aam awine shraddhani pratimurti shee?
kachro walijhuDine lai jata jan–sewko
ane aam jata muki, parwari gaya ja shun
jag uddharko mitha, aushadhi aalyo wishe
badhi daktarni sena, dawana Dhagla badha
jemna tem, hyan kono pahonche hath lesh na?
ganDannan ya dawakhanan ganDan shun ya bani gayan?
na mati nahi ko chinta, jagman bharpur kain
paDelan manawi awan ketalun kariye gani
mungan shant rahi jatan, peatani chaar bhintni
wachchenun sachwi, baki krishnarpan karyun jagat?
(ra7 nawembar, 1977)

સ્રોત
- પુસ્તક : યાત્રા (પૃષ્ઠ ક્રમાંક 74)
- સર્જક : સુન્દરમ્
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1951