રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવાદળી ચાળણીમાંથી ચળાતો તડકો ધીમે
મેંદા શો મોહનસ્પર્શ ધોળોપીળો રહ્યો લસી.
ને તેમાં લીમડા લીલા, છાપરાં લાલ રંગનાં,
કાળાં ને કાબરાં ઢોરો ધૂળના માર્ગની પરે
જોતાં શું દૂરબીનેથી સ્વચ્છ રેખાંકને રચ્યાં
અણીશુદ્ધ બધાં દીસે બપોરે એકને સમે.
ત્યહીં કો ભવ્ય રૂપેરી પડદાને હઠાવીને
રાજાનો બાળ તોફાની જોતો કૌતુક હોય શું,
તેમ આઘાં ખસેડીને વાદળાં, સૂર્ય પેખતો
આશ્ચર્યે ચમકે છે આ રેલપાટા પ્રલંબને- ૧૦
લંબાતા એ...ય લંબાતા આશાના ભુજની સમા
વીંટાયા ક્ષિતિની કેડે, ક્ષિતિજોમાં સરી જતા
સીધા ને સોંસરા જાણે શરો ગાણ્ડીવધારીના!
બપોરે એકને ટાણે નાના આ સ્ટેશને અહીં
નથી સિગ્નલની ભીડ, સાઇડિંગોની ન જાળ છે,
ન ડબ્બા ગુડ્સના એદી ઢોરો જેવા જમા થયા,
ન ઊંચા ઓટલાઓ છે પ્લેટ્ફોર્મોનાં, ન પૂલ કે
ભોંયરાની ગલીંકૂચી, કઠેડાના ન કોટ છે,
ન તાળાંબંધ દર્વાજા, પોર્ટરોની ન ધાડ છે,
બગીચા ના, ફુવારા ના, ઝૂકતાં કે ન ઝાડ છે. ર૦
એક છે ખોડીબારું ને, એક છે ખુલ્લું છાપરું,
એક છે ટિકિટૉફિસ ને બે બાજુ બે સદા પડ્યા
રહેતા સિગ્નલો બે છે,
અને બે બાંકડા બાંડા,
અને હાથા’થનાં ઊંચાં પ્લેટ્ફોર્મો બે છ રેતીનાં.
તે બેની વચમાં રેતીરંગી પત્થરપાળમાં
વચ્ચે છે વહી જાતી બે પાટાની જોડ પાધરી.
એવા એ સ્ટેશને હાવાં બજ્યા છે બાર બાવન
અને સંચાર થાતો છે આછેરો ત્યાં ઉતારુનો.
આકાશે વાદળાં કાળાં ભૂખરાં ધૂળ રંગનાં ૩૦
વેરાયાં છે અહીં તેવાં પ્લેટ્ફોર્મે કૈં ઉતારુઓ.
ચડીને મોટરે આવ્યાં નથી, કે બૅગબિસ્તરા
ચડાવી પોર્ટરો માથે પધાર્યાં, ટાઈમ જોઇને
ઘરની ભીંત કે મેજે ખિસ્સે કાંડે મઢેલ કે
ઘડિયાળે નિહાળીને એક્કે યે આવિયું નથી.
સૌ પેલા ખોડીબારામાં આડાં થૈને પ્રવેશીને
કે પેલી વાડના તારો વચ્ચેથી સરકી જરી,
માથા પે પોટલી દાબી બગલે બચકા, ’થવા
હાથમાં ટિનના ડબ્બા, કે થેલી ચાર જૈં તણી,
કે ખાલી હાથમાં ખાલી છત્રી કે લાકડી ગ્રહી ૪૦
આવીને ક્યારનાં આંહીં બગાસાં ખાઈ છે રહ્યાં.
જવાની એકની લોકલ એટલું ભાન ધારતાં,
અગ્યારે બાર કે બાર પચ્ચીસે બાવને ’થવા
પૂર્વની ગાડીનો ટૅમ ગયા કેડે ઉતાવળાં
આવેલાં, હત ઉત્સાહે દામણાં જે પડી રહ્યાં:
એવાં સૌ બે ય પ્લેટ્ફોર્મે જમા થ્યાં; ગાડી આવતી
નજરે ભાળતાં ત્યારે જવું ક્યાં તેહ જાણતાં
મંડે જે દોડવા, એવાં ભોળિયાં મૂઢ સ્વસ્થતા
ધરીને, ઢગલીઓ થૈ નાની મોટી અહીં તહીં પ૦
ડૂબ્યાં છે નિજના ચાલુ વ્યવહારોની વાતમાં.
નથી ટિકિટબારીની કને ત્યાં ભીડ, માસ્તર
માંખો છે મારતો, લાંબી કપાતી ટિકિટો નથી,
નથી વા જામતી થપ્પી સિક્કાની નોટની, નથી
ફર્સ્ટ કે કલાસ સેકન્ડ તણો એકે ઉતારુ હ્યાં.
નાનકી હાટડીમાંહે બેઠા કંદોઈ જેમ એ
પૈપૈસો લઇને આપી પાશેર’ચ્છેર શું રહ્યો!
અને એ થાકીને ખિસ્સે હાથ નાખી નિરાંતથી
ઓટલે ઊભતો, નીચે બેઠેલાં માનવી મહીં
ખુદાબક્ષ ઉતારુને પારખી નિરખી રહ્યો. ૬૦
અને ‘શું બાપનું મારા જતું?’ એવા અભિનયે
સીસોટી જીભથી ઝીણી વગાડી જાય અંદર.
નીચે તે મેદનીમાંહે ખુદાબક્ષો ચ ઓલિયા
ફકીરો, શાહુઓ જૂના, સાધુઓ ને મવાલીઓ
કફની કાળી કે લીલી ભગવી કે સફેદમાં
છાપેલાં કાટલાં જેવા સદા લાયસન્સધારીઓ,
મેળામાં ઊડતા ફુક્કા રંગેલા જેમ શોભતા,
મોટેરાં સ્ટેશને હારી અહીં વિશ્રબ્ધ ભાવથી
સ્વસ્થ થૈ દમ લેતા છે ચિરૂટે ચલમે ‘થવા.
ને નવીન શિખાઉ કો આ ખુદાબક્ષ સંઘનો ૭૦
લપાતો ક્યાંક બેઠો છે છૂપા કો ગૂમડા સમો.
ઉતારુસંઘમાં એવા શરીફો ઉપરાંત છે
લોક કૈં પોર્ટરો ભંગી કિંવા માસ્તર સા’બનાં
સગાં સંબંધીઓ દોસ્તોઃ લાભ સંબંધનો લઈ.
એ વિના ટિકિટો લેઇ ખિસ્સે છેડે ચ ફાળિયે
ખોસીને પરવાનાને, ઊભેલી એ જમાત જે
અટાણે તેરને સાતે આવતી લોકલે જવા
અહીં જે એકઠી થૈ તે જનતા છે જુદી સદા.
એમ તો લોકલો જાતી દસ અગ્યારની તથા
સાંજની પાંચ છો ની કે રાતનાં દસ-વીસની. ૮૦
તેની જે ભદ્રતા તે ના વસી આ તેર-સાતમાં.
પેલી તો કોર્ટ ઑફિસો નોકરી રળનારને
રળી કે ઘેર જાતાને અરથે ખાસ ગોઠવી
કે છેલ્લી ભગતાણી તો ડાકોરેથી પધારતાં
ભક્તોને લાવતી પાછી, પણ આ તેર-સાતની
નથી કો નોકરીવાળા-વ્યાપારી-ભક્તલેાકને
કામની:
જેમને છે ના મિનિટોને મિલાવવી,
ન જેને પડતા પૈસા કલાકોના હિસાબથી,
ન જેના દિવસો આઘાપાછા સ્હેજે થતા નથી,
જેમની જિન્દગી આખી પવને પાંદડાં સમી ૯૦
ખેંચાતી અત્ર કે તત્ર ઊંચે કે શું નીચે બધે
એવા આ ગ્રામલોકો ને ગ્રામલોકોપજીવીઓઃ
બંગડી-ચૂડીઓવાળા, સૂડી કે ચપ્પુ કાતરો
હરાજી કરનારા, ને ફૅશનોના ઉપાસકો
તેલનીતરતા કેશે, ઘસી મૂંડેલ ને મુખે
નવાં કકડતાં વસ્ત્રે છેલ કૈં ગામડાંતણા.
વળી કૈં આદમી: દાઢી ઊગેલી દસ દી તણી,
કોટના કોલરો મેલા, ફાટેલા કફ બાંયના,
ચોળાયાં ધોતિયાં, જૂનાં ઘસાયાં: ઘાંચી-વાણિયા.
અને આ કણબી કોળી કડિયાં કસહીને ૧૦૦
ભરાવી અંગ પે ઊભા બગલે ડાંગ ટેકવી,
ફાળિયાં ફાળકા જેવાં વીંટ્યાં માથે અને પગે
જોડા છે હોડીઓ જેવા તરવા ભૂમિસાગર.
વળી આ વાંકડી મૂછે, કાંડે રૂપાની કલ્લી ને
બંડીમાં બાંયહીણી આ રાતુડા ફાળિયે કંઈ
રાયકા ફૂંકતા ચૂંગી હાથની, ગાલ ફૂલવીઃ
ગંધાતા ગાયનાં ગંદા ગોબરો કેરી ગંધથી.
અને આ સાવ છેવાડે ઊભાં છે ભંગિયાં વળી,
ફાટેલા કોટ છે અંગે, માથે સાફા, ખમીસ છે
ચિરાયાં છાતીએ; લાંબા લીરાની ઝૂલથી મઢી ૧૧૦
સાડીએ શોભતી જાણે વાદળી શ્યામકર્બુરા
ઊભી છે ભંગડી, હાથે ખાંડી વાઢી ગ્રહી ઉભી
દોરાથી બાંધીને, કાળી પ્રતિમા નિજ જાતની-
ભરેલી ધૃત કે તૈલે કે ખાલી સ્વપ્નની સમી?-
સોડમાં છોકરાં ટોળું નવસ્ત્રું મોજથી ઊભું
લીંટથી મુખ શૃંગારી પેટ ને હાથ ધૂળ ને
પ્રસ્વેદે ચર્ચીને, સાક્ષાત્ શીતળા મા સુપંકનાં.
વળી કો ડોસીમા દુરે પોમચો તપખીરિયો
પ્હેર્યો છે, નાકમાં ફાકો ભર્યો છે તપખીરનો,
મૂક્યા છે હાથ બે માથે, કને છે મૂકી પોટલી. ૧ર૦
અને બે હોઠથી બોખા રટે છે રામ-ગાળ કે.
એમ આ પચરંગી-ના સપ્ત કે શતરંગી સૌ
જુએ છે રાહ આવ્યાની ગાડીની, કો ઉતાવળા
રહે છે દૂર તાકી, કો પૂછે, ‘થ્યો ટૅમ ચેટલો?’
બાવાજી હિંદીમાં ફેંકે ફિલ્સુફી સાથ છાંટતા.
તેર ને સાતના ટાઇમે વ્હેલી મોડી ઘણી થતી
છતાં આજે પધારે છે ટૅમસર ટ્રેન; દૂરથી
નાનું શું ટપકું કાળું ને છોગું શીશ ધૂમનું
ધીરેથી વધતું પ્હેલાં પછી તો ડુંગરા સમી-
ગામડાં ગામના ભોળા ખેડૂના દેણની સમી ૧૩૦
ક્ષણમાં વાઘતી આવે ધ્રોડતી પ્લેટફોર્મમાં,
ફૂંફાડે, હાંફ્તી, મોટા સીત્કારાઓ ડરામણા
કરતી ઉગ્ર છીંકાટા વંઠેલી ભેંસના સમી,
થોભી ના થોભીને જાણે નાસુંનાસું થઈ રહે.
અને આ થર્ડ કલાસોનાં ઉતારુ નહિ જાણતાં
ક્યા ડબ્બા ક્યહીં ઊભે -પોતાની સંમુખે લહી
ન ત્રીજા વર્ગનો ડબ્બો દોડી રહે આમતેમ ત્યાં,
અને એ ઊંચી ગાડીનાં બબ્બે ઊંચાં પગોથિયાં
ચડતાં સળિયે બાઝી ઠેલંઠેલા કરી મૂકી,
પડતાં વાઘ શુ પૂંઠે આશરો એક ઝાડનો ૧૪૦
લેવાને ચડતાં જાણે અરણ્યે માણસો સમાં.
‘બીજે જા ઉલ્લુ, બીજે જા!’ એવા જાકાર સૂણતાં
દોડે કૈં આમ ને તેમ, સ્વર્ગનાં બારણાં સમાં
ભરેલાં બારણાં સાથે ટીચાતાં પડતાં નીચે
દોડતાં વ્યગ્ર થૈ, લાગે જો ટિક્કી તો ચડી જતાં,
નહિ તો સમણા જેવી આવીને આ સરી જતી
ટ્રેનનાં બારણાં બંધ દેખી રહે છે દયામણાં.
ફરૂરે ગાર્ડની સીટી ખિસ્કોલી જેમ ખાખરે,
અને ત્યાં ઊપડી જાતી એમ તે ગાડી આખરે.
તેર ને સાતની ત્રીજા વર્ગની પ્રતિમા સમી
એન્જિને સ્ટાફ ને ડબ્બા ઉતારૂઓ -બધા મહીં- ૧પ૦
આમાં જે ફર્સ્ટ ને સેકન્ડ તે ય તો થર્ડના સમા
જાણવા -સહુમાં રહેતી સદા એ ‘થડ કલાસ'ની
રહે છે દોડતી પાટે ફાસ્ટ ને મેલ ટ્રેનના,
સદાની ઓશિયાળી એ, સિંહ પૂંઠે શિયાળ શી!
આપવા માર્ગ ઊભે છે દબાઈ એક બાજુએ
બાપડી શાંતિથી નિત્યે, મોટાંની મ્હેરબાનીથી,
તેમનાં પગલાં પૂંજી જીવી ખાતી યથાતથા
લહું છું આજ ઊભેલી જીવતી દીનતા સમી!
મોટાંને કારણે ચોકખો કરી એ માર્ગ છે ગઈ,
અને આ સ્થિર પાટાની સ્થિરતા શું હરી ગઈ! ૧૬૦
સૂના આ સ્ટેશને પોર્ટર ગાડીના કોલસા સમો,
અને તે એકલો માસ્તર વળે છે ઓરડી ભણી.
ખાલી એ અવકાશે ત્યાં તગતા સૂર્યતેજમાં
પાટાએ સાંધતા સૂતા ક્ષિતિજો બે દિશા તણી.
ત્યહીં શુ કોટિ કોશાન્તે ઝગતો સવિતા દિસે
ઊતરી આવીને નીચે દ્રાવતો દ્રવ્ય પૃથ્વીનાં,
ભિન્નની ભિન્નતા ગાળી એકત્વે ઓપતો બધું.
ના,ના,એ ઝાંઝવાં સંધું! દૂર એ ભર્ગધામ છે!
અહીં તો હાલ સર્વત્ર
માટી ને લોહના જેવી પૃથક્તાના મુકામ છે! ૧૭૦
wadli chalnimanthi chalato taDko dhime
menda sho mohnasparsh dholopilo rahyo lasi
ne teman limDa lila, chhapran lal rangnan,
kalan ne kabran Dhoro dhulna margni pare
jotan shun durbinethi swachchh rekhankne rachyan
anishuddh badhan dise bapore ekne same
tyheen ko bhawya ruperi paDdane hathawine
rajano baal tophani joto kautuk hoy shun,
tem aghan khaseDine wadlan, surya pekhto
ashcharye chamke chhe aa relpata prlambne 10
lambata e ya lambata ashana bhujni sama
wintaya kshitini keDe, kshitijoman sari jata
sidha ne sonsra jane sharo ganDiwdharina!
bapore ekne tane nana aa steshne ahin
nathi signalni bheeD, saiDingoni na jal chhe,
na Dabba guDsna edi Dhoro jewa jama thaya,
na uncha otlao chhe pletphormonan, na pool ke
bhonyrani galinkuchi, katheDana na kot chhe,
na talambandh darwaja, portroni na dhaD chhe,
bagicha na, phuwara na, jhuktan ke na jhaD chhe ra0
ek chhe khoDibarun ne, ek chhe khullun chhaparun,
ek chhe tikitauphis ne be baju be sada paDya
raheta signlo be chhe,
ane be bankDa banDa,
ane hatha’thanan unchan pletphormo be chh retinan
te beni wachman retirangi pattharpalman
wachche chhe wahi jati be patani joD padhri
ewa e steshne hawan bajya chhe bar bawan
ane sanchar thato chhe achhero tyan utaruno
akashe wadlan kalan bhukhran dhool rangnan 30
werayan chhe ahin tewan pletphorme kain utaruo
chaDine motre awyan nathi, ke begbistra
chaDawi portro mathe padharyan, taim joine
gharni bheent ke meje khisse kanDe maDhel ke
ghaDiyale nihaline ekke ye awiyun nathi
sau pela khoDibaraman aDan thaine prweshine
ke peli waDna taro wachchethi sarki jari,
matha pe potli dabi bagle bachka, ’thawa
hathman tinna Dabba, ke theli chaar jain tani,
ke khali hathman khali chhatri ke lakDi grhee 40
awine kyarnan anhin bagasan khai chhe rahyan
jawani ekni lokal etalun bhan dhartan,
agyare bar ke bar pachchise bawne ’thawa
purwni gaDino tem gaya keDe utawlan
awelan, hat utsahe damnan je paDi rahyanh
ewan sau be ya pletphorme jama thyan; gaDi awati
najre bhaltan tyare jawun kyan teh jantan
manDe je doDwa, ewan bholiyan mooDh swasthata
dharine, Dhaglio thai nani moti ahin tahin pa0
Dubyan chhe nijna chalu wyawharoni watman
nathi tikitbarini kane tyan bheeD, mastar
mankho chhe marto, lambi kapati tikito nathi,
nathi wa jamti thappi sikkani notni, nathi
pharst ke kalas sekanD tano eke utaru hyan
nanki hatDimanhe betha kandoi jem e
paipaiso laine aapi pasher’chchher shun rahyo!
ane e thakine khisse hath nakhi nirantthi
otle ubhto, niche bethelan manawi mahin
khudabaksh utarune parkhi nirkhi rahyo 60
ane ‘shun bapanun mara jatun?’ ewa abhinye
sisoti jibhthi jhini wagaDi jay andar
niche te mednimanhe khudabaksho cha oliya
phakiro, shahuo juna, sadhuo ne mawalio
kaphni kali ke lili bhagwi ke saphedman
chhapelan katlan jewa sada laysansdhario,
melaman uDta phukka rangela jem shobhta,
moteran steshne hari ahin wishrabdh bhawthi
swasth thai dam leta chhe chirute chalme ‘thawa
ne nawin shikhau ko aa khudabaksh sanghno 70
lapato kyank betho chhe chhupa ko gumDa samo
utarusanghman ewa sharipho uprant chhe
lok kain portro bhangi kinwa mastar sa’banan
sagan sambandhio dosto labh sambandhno lai
e wina tikito lei khisse chheDe cha phaliye
khosine parwanane, ubheli e jamat je
atane terne sate awati lokle jawa
ahin je ekthi thai te janta chhe judi sada
em to loklo jati das agyarni tatha
sanjni panch chho ni ke ratnan das wisni 80
teni je bhadrata te na wasi aa ter satman
peli to kort auphiso nokri ralnarne
rali ke gher jatane arthe khas gothwi
ke chhelli bhagtani to Dakorethi padhartan
bhaktone lawti pachhi, pan aa ter satni
nathi ko nokriwala wyapari bhaktaleakane
kamnih
jemne chhe na minitone milawwi,
na jene paDta paisa kalakona hisabthi,
na jena diwso aghapachha sheje thata nathi,
jemni jindgi aakhi pawne pandDan sami 90
khenchati atr ke tatr unche ke shun niche badhe
ewa aa gramloko ne gramlokopjiwio
bangDi chuDiowala, suDi ke chappu katro
haraji karnara, ne pheshnona upasko
telnitarta keshe, ghasi munDel ne mukhe
nawan kakaDtan wastre chhel kain gamDantna
wali kain admih daDhi ugeli das di tani,
kotna kolro mela, phatela kaph banyna,
cholayan dhotiyan, junan ghasayanh ghanchi waniya
ane aa kanbi koli kaDiyan kashine 100
bharawi ang pe ubha bagle Dang tekwi,
phaliyan phalka jewan wintyan mathe ane page
joDa chhe hoDio jewa tarwa bhumisagar
wali aa wankDi muchhe, kanDe rupani kalli ne
banDiman banyhini aa ratuDa phaliye kani
rayka phunkta chungi hathni, gal phulwi
gandhata gaynan ganda gobro keri gandhthi
ane aa saw chhewaDe ubhan chhe bhangiyan wali,
phatela kot chhe ange, mathe sapha, khamis chhe
chirayan chhatiye; lamba lirani jhulthi maDhi 110
saDiye shobhti jane wadli shyamkarbura
ubhi chhe bhangDi, hathe khanDi waDhi grhi ubhi
dorathi bandhine, kali pratima nij jatni
bhareli dhrit ke taile ke khali swapnni sami?
soDman chhokran tolun nawastrun mojthi ubhun
lintthi mukh shringari pet ne hath dhool ne
praswede charchine, sakshat shitala ma supanknan
wali ko Dosima dure pomcho tapkhiriyo
pheryo chhe, nakman phako bharyo chhe tapkhirno,
mukya chhe hath be mathe, kane chhe muki potli 1ra0
ane be hoththi bokha rate chhe ram gal ke
em aa pachrangi na sapt ke shatrangi sau
jue chhe rah awyani gaDini, ko utawla
rahe chhe door taki, ko puchhe, ‘thyo tem chetlo?’
bawaji hindiman phenke philsuphi sath chhantta
ter ne satna taime wheli moDi ghani thati
chhatan aaje padhare chhe temsar tren; durthi
nanun shun tapakun kalun ne chhogun sheesh dhumanun
dhirethi wadhatun phelan pachhi to Dungra sami
gamDan gamna bhola kheDuna denni sami 130
kshanman waghti aawe dhroDti pletphormman,
phumphaDe, hamphti, mota sitkarao Daramna
karti ugr chhinkata wantheli bhensna sami,
thobhi na thobhine jane nasunnasun thai rahe
ane aa tharD kalasonan utaru nahi jantan
kya Dabba kyheen ubhe potani sanmukhe lahi
na trija wargno Dabbo doDi rahe amtem tyan,
ane e unchi gaDinan babbe unchan pagothiyan
chaDtan saliye bajhi thelanthela kari muki,
paDtan wagh shu punthe ashro ek jhaDno 140
lewane chaDtan jane aranye manso saman
‘bije ja ullu, bije ja!’ ewa jakar suntan
doDe kain aam ne tem, swargnan barnan saman
bharelan barnan sathe tichatan paDtan niche
doDtan wyagr thai, lage jo tikki to chaDi jatan,
nahi to samna jewi awine aa sari jati
trennan barnan bandh dekhi rahe chhe dayamnan
pharure garDni siti khiskoli jem khakhre,
ane tyan upDi jati em te gaDi akhre
ter ne satni trija wargni pratima sami
enjine staph ne Dabba utaruo badha mahin 1pa0
aman je pharst ne sekanD te ya to tharDna sama
janwa sahuman raheti sada e ‘thaD kalasni
rahe chhe doDti pate phast ne mel trenna,
sadani oshiyali e, sinh punthe shiyal shee!
apwa marg ubhe chhe dabai ek bajue
bapDi shantithi nitye, motanni mherbanithi,
temnan paglan punji jiwi khati yathattha
lahun chhun aaj ubheli jiwti dinta sami!
motanne karne chokkho kari e marg chhe gai,
ane aa sthir patani sthirta shun hari gai! 160
suna aa steshne portar gaDina kolsa samo,
ane te eklo mastar wale chhe orDi bhani
khali e awkashe tyan tagta surytejman
pataye sandhta suta kshitijo be disha tani
tyheen shu koti koshante jhagto sawita dise
utri awine niche drawto drawya prithwinan,
bhinnni bhinnata gali ekatwe opto badhun
na,na,e jhanjhwan sandhun! door e bhargdham chhe!
ahin to haal sarwatr
mati ne lohna jewi prithaktana mukam chhe! 170

સ્રોત
- પુસ્તક : વસુધા (પૃષ્ઠ ક્રમાંક 99)
- સર્જક : સુન્દરમ્
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1939