Ramrajyabhisehkna dhol 8 mu - Dhol | RekhtaGujarati

રામરાજ્યાભિષેકનાં ધોળ ૯મું

Ramrajyabhisehkna dhol 8 mu

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ ૯મું
દિવાળીબાઈ

ત્યારે રાજા બોલ્યા મુખ વીલડે,

નારી પણ હૈડે હુંને નડે રે; તમે સુણો ના૨.

મારે ચાર પુત્રની છે બેલડી,

તે તો વખૂટી મેં નવ લહેવાય રે; તમે સુણો નાર.

તોય ચિંતા નથી મારા મનમાં,

નારી ટાઢક છે અતિ તનમાં રે; તમે સુણો નાર.

મામાને ઘેર ગયા છે બાળકા,

દીવાળી તે મને છે અતિ લાડકા રે; તમે સુણો નાર.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890