રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૫મું
Ramrajyabhisehkana dhol 15 mu
દિવાળીબાઈ
Divalibai
દિવાળીબાઈ
Divalibai
પોતાનું દુઃખ સંભારે દેવ,
એમની કરશો નહિ કોઈ સેવ રે; બાઈ દિન ન ઊગે.
લે મારા રાઘવજીનું રાજ,
મારે કોઈ દેવનું નથી કાજ રે; બાઈ દિન ન ઊગે.
મારી જાનકી વા'લી માઈ,
તેના દુઃખમાં દીવાળી સમાઈ રે; બાઈ દિન ન ઊગે.
એ દુઃખ ભાયડા જાણે ગાઈ,
દીવાળી રાંડી દુઃખે દબાઈ રે; બાઈ દિન ન ઊગે.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
- સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
- પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
- વર્ષ : 1890
