રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૪મું
Ramrajyabhisehkana dhol 14 mu
દિવાળીબાઈ
Divalibai
દિવાળીબાઈ
Divalibai
દીવાળી દિન તો ના ઊગાડે,
મારા રામજીને નાહિ જગાડે રે; બાઈ દિન ન ઊગે.
ભાયડા કઠણ મનના બાઈ,
તે તો જગાડશે રઘુરાઈ રે; બાઈ દિન ન ઊગે.
દીવાળી આનંદ આનંદ ગાઈ,
દુઃખડાંની જોઈએ નહિ મારે સાઈ રે; બાઈ દિન ન ઊગે.
મુઆ દેવે દુઃખડાં દીધાં,
મારા નાથનાં સુખડાં લીધાં રે; બાઈ દિન ન ઊગે.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
- સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
- પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
- વર્ષ : 1890
