shlesh par shlesh - Comic | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શ્લેષ પર શ્લેષ

shlesh par shlesh

નટવરલાલ પ્ર. બુચ નટવરલાલ પ્ર. બુચ
શ્લેષ પર શ્લેષ
નટવરલાલ પ્ર. બુચ

(અનુષ્ટુપ)

................શ્લેષ-શોખીન હું ઘણો,

‘એ’ ‘કે’ એક સમી સાંજે, “શ્લેષ-શોખીન છો ઘણા;

કરો તો શ્લેષ પે શ્લેષ, જોઉં કેવાક આવડે!’

કરી આશ્લેષ મેં કીધું, “થયોને શ્લેષ શ્લેષ પે?”

.....................એ કે “એકે શું વળે?”

ફરી આશ્લેષ કરી મેં કું,’ “બીજો, બી જો, થયો કની?

સ્રોત

  • પુસ્તક : કાગળનાં કેસૂડાં (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : નટવરલાલ પ્ર. બુચ
  • પ્રકાશક : જીવન નિર્માણ અકાદમી (ભુજ)
  • વર્ષ : 1986