wadal warso - Children Poem | RekhtaGujarati

વાદળ, વાદળ, વરસો પાણી!

મોજ પડે ફોરાં ઝીલવાની!

વાદળ, વાદળ, વરસો પાણી!

રૂમઝુમ વરસો, ઝુમઝુમ વરસો,

ઝીણું ઝીણું, ઝરમર વરસો;

મોજ પડે ફોરાં ઝીલવાની,

વાદળ, વાદળ, વરસો પાણી!

ઠંડક ઠંડક થાય મારે તન,

ઠંડક ઠંડક થાય મારે મન,

જાય નાસી ગરમીની રાણી,

વાદળ વાદળ, વરસો પાણી!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ