રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅમને વહાલું વહાલું લાગે
ગાંધી બાપુ કેરું નામ;
ગાંધી બાપુ કેરું નામ એથી
હૈયે આને હામ !—અમને...
અમને રૂડું રૂડું લાગે
એના રેંટિયાનું નામ;
એમાં દેશનું છે કામ !—અમને...
એને મન તો સર્વે સરખા
રાજા રંક લોક તમામ;
રાજા રંક લોક તમામ સૌમાં
વસિયો એક જ રામ !—અમને.
એણે ઘર ઘર ભટકી જગવ્યાં
શહેરે શહેર ગામેગામ;
શહેરે શહેર ગામેગામ,
થાણાં નાખ્યા ઠામેઠામ !—અમને...
એનો એક જ એ સંદેશો અને
એક જ એ છે કામ;
એક જ એ છે કામ ખાદી
પહેરો લોક તમામ !—અમને...
amne wahalun wahalun lage
gandhi bapu kerun nam;
gandhi bapu kerun nam ethi
haiye aane ham !—amne
amne ruDun ruDun lage
ena rentiyanun nam;
eman deshanun chhe kaam !—amne
ene man to sarwe sarkha
raja rank lok tamam;
raja rank lok tamam sauman
wasiyo ek ja ram !—amne
ene ghar ghar bhatki jagawyan
shahere shaher gamegam;
shahere shaher gamegam,
thanan nakhya thametham !—amne
eno ek ja e sandesho ane
ek ja e chhe kaam;
ek ja e chhe kaam khadi
pahero lok tamam !—amne
amne wahalun wahalun lage
gandhi bapu kerun nam;
gandhi bapu kerun nam ethi
haiye aane ham !—amne
amne ruDun ruDun lage
ena rentiyanun nam;
eman deshanun chhe kaam !—amne
ene man to sarwe sarkha
raja rank lok tamam;
raja rank lok tamam sauman
wasiyo ek ja ram !—amne
ene ghar ghar bhatki jagawyan
shahere shaher gamegam;
shahere shaher gamegam,
thanan nakhya thametham !—amne
eno ek ja e sandesho ane
ek ja e chhe kaam;
ek ja e chhe kaam khadi
pahero lok tamam !—amne
સ્રોત
- પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
- વર્ષ : 1988
- આવૃત્તિ : પુનર્મુદ્રણ