wadli - Children Poem | RekhtaGujarati

તમે ધીરે ધીરે જરી ચાલો કે વાદળી થાકી જશો!

તમે ધીરે ધીરે જરી દોડો કે વાદળી પડી જશો!

તમે આટલા આટલા દહાડા કે વાદળી ક્યાં ગ્યાં’તાં?

અમે જોતાં’તાં વાટ સૌ તમારી કે વાદળી ક્યાં ગ્યાં’તાં?

તમે ઝરમર ઝરમર વરસો તો વાદળી નહાવું છે!

તમે ઝીણું ઝીણું વરસો તો વાદળી ગાવું છે!

પેલી ચમકંતી ચમકંતી વીજલડી ક્યાં ગઈ છે?

પેલી આંખ મારી આંજી દેતી વીજલડી ક્યાં ગઈ છે?

તમે નાસી જશો બેન મારાં હો વાદળી વરસી જજો!

મારી શેરી ને આંગણું બેની હો વાદળી ભીંજવી જજો!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ