Vin re vin - Children Poem | RekhtaGujarati

વીણ રે વીણ

Vin re vin

સુન્દરમ્ સુન્દરમ્
વીણ રે વીણ
સુન્દરમ્

વીણ રે વીણ

ડોલર ને ચંપો વીણ રે વીણ.

લચકે ડોલરિયો

મલકે ચાંપલિયો

બેઠું ગુલાબ પેલું લાલ કરી ગાલ

અહો ઊડે ગુલાલ

ડોલર ને ચંપો વીણ રે વીણ.

ટહુકે કોયલડી

હીંચે છે વેલડી

થનગન નાચે છે મોરલા ને ઢેલ

અહો કાલાં ઘેલાં ગેલ

ડોલર ને ચંપો વીણ રે વીણ.

આંબલિયે મંજરી

કુંજમાં વસંત ભરી

અંગમાં ઉમંગ, રંગ રંગ અંગ અંગ

અહો આનંદી ગંગ

ડોલર ને ચંપો વીણ રે વીણ.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ