jhabuk wajli - Children Poem | RekhtaGujarati

હું ચમકારા કરતી વીજળી!

વાદળમાં તો રમઝમ ચાલું!

ઝળહળ ઝળહળ કરતી ચાલું!

ઉપર જાઉં, નીચે જાઉં!

આભમાં સંતાતી જાઉં!

ઝબૂક વીજળી ઝબૂક!

*

જરાક મારું મોં મલકે ત્યાં!

વાદળ ખડખડ ખડખડ હસે!

ને મોતીડે મે વરસે!

ચાલું ત્યાં અજવાળાં થાય

અંધારાં ઝટ નાસી જાય

ઝબૂક વીજળી ઝબૂક!

*

આખી દુનિયામાં હું દોડું

પડું ઉપર તો ડુંગર તોડું!

ધરતીના પડદાને ફોડું!

હુંમાં જરાય ભાર નહિ!

ને મારા બળનો પાર નહિ!

ઝબૂક વીજળી ઝબૂક!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ