રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
વાત તને કાનમાં કહું!
vat tane kanma kahu
રેખા ભટ્ટ
Rekha Bhatt
આભમાં ચાંદો ને નીચે હું,
આવ, એની વાત તને કાનમાં કહું!
ઊડે પતંગિયાં ને પાછળ હું,
આવ, એની વાત તને કાનમાં કહું!
ખીલ્યાં છે ફૂલ, એને ચૂંટી લઉં,
આવ, એની વાત તને કાનમાં કહું!
ટહુકે છે મોર ને નાચું હું,
આવ, એની વાત તને કાનમાં કહું!
ઘૂઘવે છે દરિયો ને ભીંજાઉં હું,
આવ, એની વાત તને કાનમાં કહું!
સ્રોત
- પુસ્તક : ઝગમગ ઝગમગ તારા (પૃષ્ઠ ક્રમાંક 2)
- સર્જક : રેખા ભટ્ટ
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2024