unghansi raja - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊંઘણસી રાજા

unghansi raja

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
ઊંઘણસી રાજા
સ્નેહરશ્મિ

એક હતો ઊંઘણસી રાજા,

મનમાં તેને કોડ ઝાઝા;

દૂધ ખાય, દહીં ખાય,

ખાતો પીતો જાડો થાય,

વાત કરતાં ઊંઘી જાય.

એક દી’ રાજા કરે વિચાર,

કરું પરાક્રમ કરી શિકાર.

ઝટ થયો તે ઘોડે સવાર

ભેટે બાંધીને તલવાર.

રસ્તે ચોગમ ઝાઝાં ઝાડ,

ફરતે મોટેમોટા પહાડ,

રાજા વનમાં ભૂલો પડ્યો,

બડલો એક નજરે ચડ્યો.

વડલે લટકે મોટા સાપ,

બોલે રાજા, ‘ઓ રે! બાપ!’

ઘોડો મનમાં મલકી રહે

રાણીને જઈ વાત કહે.

‘મળી ગયું રાજાનું માપ–

વડવાઈને માને સાપ!’

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982