રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(1) વાંદર કહે રીંછભાઈને, ચાલો મોટા ભાઈ
સંગીતનો જલસો આદરીએ, કરીએ ખૂબ કમાઈ!
તમે બજાવો મંજીરા ને હું યે બજાવું થાળી,
નાચી કૂદી રમશું બંને ફરશું લેતા તાળી.
(2) બજી ડુગડુગી, લોક ભરાયા જોઈ જોઈ હરખે મન!
વાનર ઊભો થાળી પીટે વાગે ઠન ઠન ઠન!
રીંછે એમાં તાલ પુરાવ્યો ખૂબ કરી હા–આહ!
પૈસાનો વરસાદ વરસિયો વાહ! ગવૈયા, વાહ!
(3) પાસે ઊભા લંબકરણજી, તરત જ કર્યો વિચાર :
હું જો આમાં સૂર પૂરું તો, થઈ જાય બેડો પાર!
લંબકરણજી ગાવા લાગ્યા, રસની છૂટી રેલ!
ધોકા માથે પડવા લાગ્યા, થયો પૂરો એ ખેલ!
(1) wandar kahe rinchhbhaine, chalo mota bhai
sangitno jalso adriye, kariye khoob kamai!
tame bajawo manjira ne hun ye bajawun thali,
nachi kudi ramashun banne pharashun leta tali
(2) baji DugDugi, lok bharaya joi joi harkhe man!
wanar ubho thali pite wage than than than!
rinchhe eman tal purawyo khoob kari ha–ah!
paisano warsad warasiyo wah! gawaiya, wah!
(3) pase ubha lambakaranji, tarat ja karyo wichar ha
hun jo aman soor purun to, thai jay beDo par!
lambakaranji gawa lagya, rasni chhuti rel!
dhoka mathe paDwa lagya, thayo puro e khel!

સ્રોત
- પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
- પ્રકાશક : હાર્દિક પ્રકાશન
- વર્ષ : 1982