મેહુલો
mehulo
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
Tribhuvan Gaurishankar Vyas
આવ રે મેહુલા આવ, મેહુલા અષાઢના રે
ઘેરી ઘેરી વાદળી જળે ભરી રે
વરસી ઝરમર જાય–મેહુલા.
ઝબકે ઝબઝબ વીજળી રે
વાદળ ધમધમ થાય–મેહુલા.
નદીએ પાણી રેલશે રે
ધરતી ડૂબ ડૂબ થાય–મેહુલા.
ખેતર ખેડૂત ખેડશે રે
કપાસ ને કણ થાય–મેહુલા.
aaw re mehula aaw, mehula ashaDhna re
gheri gheri wadli jale bhari re
warsi jharmar jay–mehula
jhabke jhabjhab wijli re
wadal dhamdham thay–mehula
nadiye pani relshe re
dharti Doob Doob thay–mehula
khetar kheDut kheDshe re
kapas ne kan thay–mehula
aaw re mehula aaw, mehula ashaDhna re
gheri gheri wadli jale bhari re
warsi jharmar jay–mehula
jhabke jhabjhab wijli re
wadal dhamdham thay–mehula
nadiye pani relshe re
dharti Doob Doob thay–mehula
khetar kheDut kheDshe re
kapas ne kan thay–mehula
સ્રોત
- પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
- વર્ષ : 1978
- આવૃત્તિ : પુનર્મુદ્રણ