રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદેડકજી તો ડરાઉં ડરાઉં કહી કહી ડરાવે
પોતે તો પણ જોખમ દેખી ક્યાંય, ન આગળ આવે.
દેડકજીના રાજમાં આવ્યો એવો એક હુકમ,
દેડકાએ સહુ બંદૂક લઈને કરવી કૂચકદમ!
હુકમ સાંભળી દેડકાજીનું મગજ ધમાધમ,
ઉપરથી તો રોફ કરે પણ અંદર ઢીલાઢમ!
આ મને શું થઈ ગયું રે! આંખે આવી ઝાંખ,
ડગુમગુ ચાલતાં કહે દેડકજી તો રાંક.
ડાક્ટર પાસે જઈ કરાવો બરાબર તપાસ,
હુકમ સાંભળી દેડકજીના અદ્ધર ચડ્યા શ્વાસ.
કાચીંડાભાઈ ડાક્ટરે તો આંખ તપાસી જોઈ,
દેડકજીની આંખ ફૂલી ગઈ અમથાં અમથાં રોઈ.
કને બદલે ટ વાંચે ને પાંચને બદલે દસ,
દેડકજીને જોઈને ત્યાં તો ચાલી હસાહસ.
એ જ પળે ત્યાં નાનકું એવું જીવડું આવ્યું ઊડી,
દેડકજીને આંખ પહોળી ચમકી ઊઠી રૂડી.
કૂદકો મારી જીભ ફેલાવી જીવડું પકડી લીધું,
ઝાંખપ આને ક્યાંય નથી ભઈ, ડાક્ટરે કહી દીધુ.
દેડકજીને બંદૂક ઝાલી કરવી પડી કૂચ.
હવે રોફ કરે તે બીજા, હવે નીચી મૂછ.
deDakji to Daraun Daraun kahi kahi Darawe
pote to pan jokham dekhi kyanya, na aagal aawe
deDakjina rajman aawyo ewo ek hukam,
deDkaye sahu banduk laine karwi kuchakdam!
hukam sambhli deDkajinun magaj dhamadham,
uparthi to roph kare pan andar DhilaDham!
a mane shun thai gayun re! ankhe aawi jhankh,
Dagumagu chaltan kahe deDakji to rank
Daktar pase jai karawo barabar tapas,
hukam sambhli deDakjina addhar chaDya shwas
kachinDabhai Daktre to aankh tapasi joi,
deDakjini aankh phuli gai amthan amthan roi
kane badle ta wanche ne panchne badle das,
deDakjine joine tyan to chali hasahas
e ja pale tyan nanakun ewun jiwaDun awyun uDi,
deDakjine aankh paholi chamki uthi ruDi
kudko mari jeebh phelawi jiwaDun pakDi lidhun,
jhankhap aane kyanya nathi bhai, Daktre kahi didhu
deDakjine banduk jhali karwi paDi kooch
hwe roph kare te bija, hwe nichi moochh

સ્રોત
- પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
- પ્રકાશક : હાર્દિક પ્રકાશન
- વર્ષ : 1982