men ek bilaadii palii chhe - Children Poem | RekhtaGujarati

મેં એક બિલાડી પાળી છે

men ek bilaadii palii chhe

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
મેં એક બિલાડી પાળી છે
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

મેં એક બિલાડી પાળી છે,

તે રંગે બહુ રૂપાળી છે,

હળવે હળવે ચાલે છે,

ને અંધારામાં ભાળે છે,

દૂધ ખાય, દહીં ખાય,

ઘી તો ચપચપ ચાટી જાય,

તે ઉંદરને ઝટપટ ઝાલે,

પણ કૂતરાથી બીતી ચાલે,

એના ડિલ પર ડાઘ છે,

મારા ઘરનો વાઘ છે.

સ્રોત

  • પુસ્તક : અમી સ્પંદન (પૃષ્ઠ ક્રમાંક 147)
  • સંપાદક : પ્રવીણચન્દ્ર દવે
  • પ્રકાશક : લલિતા દવે
  • વર્ષ : 2007
  • આવૃત્તિ : દસમું પુન:મુદ્રણ