સ્પાઇડરમૅન બની સપનામાં...
spiderman banii sapnaamaan...
ઉષા ઉપાધ્યાય
Usha Upadhyay

સ્પાઇડરમૅન બની સપનામાં
ચિન્ટુ ઊડતો જાય...
વાદળનો ઝભ્ભો પહેરી એ
બધ્ધે પહોંચી જાય.
ચાંદા પાસે જઈને એને
કહેતો હેલ્લો-હાય,
તારાઓને ખિસ્સે ભરતો
ચિન્ટુ ઊડતો જાય.
સૂરજ પાસે જઈને કહેતો
હેલ્લો જેન્ટલમેન,
મમ્મીને કાગળ લખવો છે
આપો ગોલ્ડન પેન
ફ્લાઇંગ કિસ મમ્મીને કરતો
ચિન્ટુ ઊડતો જાય.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : નટવર પટેલ
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
- વર્ષ : 2008